મોરબી અને વાંકાનેર પાલિકા માટે ચૂંટણી અધિકારીની નિમણુંક કરાઈ

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ ઢબુકયા, મોરબીમાં ડે. કલેકટર, ડી.ઈ.ઓ. અને વાંકાનેર ડે. કલેકટરની ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક

મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓના પડઘમ તેજ થઈ ચૂક્યા છે. ડિસેમ્બર માસમાં મોરબી જીલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની મુદત પૂર્ણ થતાં ફરી ચૂંટણીનું આયોજન થવા લાગ્યુ છે અને તેના ભાગરૂપે રાજય ચૂંટણી આયોગ દ્વારા તૈયારીઓ વધુ તેજ કરી દીધી છે. ચૂંટણી આયોગે દરેક જિલ્લાની નગરપાલિકામાં ચૂંટણી અધિકારીઓની નિમણુંક કરી દીધી છે.

મોરબી જિલ્લામાં મોરબી અને વાંકાનેર નગરપાલિકાની આગામી તા. 14મી ડિસેમ્બરના રોજ મુદત પૂર્ણ થતી હોવાથી આ બન્ને નગરપાલિકામાં યોજાનાર ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણુંક કરી છે.

મોરબી નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ 1થી 7ના ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી-મોરબી, જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે સિટી સર્વે સુપ્રિટેન્ડટ-મોરબી તાલુકા સેવા સદનની નિમણુંક કરાઈ છે. જ્યારે વોર્ડ 8થી 13 માટે જિલ્લા શિક્ષણ અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મોરબી મામલતદારની નિમણુંક કરાઈ છે. વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડના ચૂંટણી અધિકારી તરીકે વાંકાનેર પ્રાંત અધિકારીની તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નાયબ કાર્યપાલક ઈજનેર-જાહેર આરોગ્ય સુખાકારીની નિમણુંક કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો
  • 38
  •  
  •  
  •  
  •  
  •  
    38
    Shares