શ્રી રાજકોટ જિલ્લા કો-ઓપરેટીવ કોટન માર્કેટીંગ યુનિયન લી.ની ચુંટણી: 30મીએ મતદાન
16મી સુધીમાં ફોર્મ ભરાશે: 11 બેઠકો માટે ચુંટણી
શ્રી રાજકોટ જિલ્લાંકો-ઓપરેટીવ કોટન માર્કેટીંગ યુનિયન લિમિટેડ, રાજકોટની વ્યકવસ્થાપક સમિતિના સભ્યોની કુલ-11 (અગિયાર) બેઠકની ચૂંટણી પાંચ વર્ષની મુદત માટે પડધરી-લોધીકા, રાજકોટ-ટંકારા, મોરબી -માળીયા- વાંકાનેર, ગોંડલ, જસદણ, કોટડાસાંગાણી- જસદણ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, ગોંડલ- જામકંડોરણા, જેતપુર ખાતે યોજાશે.
આ ચૂંટણીના ઉમેદવારી પત્રો તા.16/04/22ના 15-00 વાગ્યાર સુધીમાં મામલતદાર કચેરી, રાજકોટ શહેર (દક્ષિણ), પી.ડી.માલવિયા કોલેજ સામે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રજૂ કરવાના રહેશે. જયાં મળેલા ઉમેદવારી પત્રોની યાદીતા.16/04/22ના રોજ 15 કલાકે પ્રસિદ્ધો કરવામાં આવશે.
તા.18/04/22રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે. માન્ય ઉમેદવારીપત્રો તા.18/04/22 રોજ પ્રસિદ્ધી કરાશે. તા.19/04/22થી તા.20/04/22ને સવારે11-00 થી 15-00 વાગ્યા જ સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. તા.21/04/22ના રોજ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તા.30/04/22ના દિવસે સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધી મતદાન તથા એજ દિવસે મતગણતરી કરાશે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…