Placeholder canvas

વાંકાનેર: પંચાસીયાની કિશાન સેવા સહકારી મંડળીની ચૂંટણી સ્થગીત

વાંકાનેર: ભારે વિવાદમાં રહેલી પંચાસીયાની કિસાન સેવા સહકારી મંડળીની બેઠાથાળે થયેલી ચૂંટણીનું લવાદ કોર્ટે આ બિનહરીફ ચૂંટાયેલા સભ્યોને રદ કરીને જિલ્લા રજિસ્ટ્રારે એક મહિનાની અંદર તટસ્થ ચૂંટણી અધિકારીને નિમિને ચૂંટણી કરવાનો હુકમ કર્યો હતો. જેમની અનુસંધાને જિલ્લા રજીસ્ટારે ચૂંટણી અધિકારી નીમીને ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું એ દરમિયાન આ પંચાસીયા કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણી સામે હાઈકોર્ટમાં અરજી થતાં હાઈકોર્ટે હાલ પૂરતી ચૂંટણી સ્થગિત કરેલ છે.

ચૂંટણી અધિકારીએ લેખિતમાં જણાવ્યું છે કે નામદાર ગુજરાત હાઇકોર્ટનો SCA NO 11032/2022 નો હુકમ 22/06/2022ના સાંજના ૧૬-૧૫ કલાકે મળેલ છે. જે અંગે અમારા અર્થધટન મુજબ શ્રી કિશાન સેવા સહકારી મંડળી લી.ની ચુંટણી કામગીરી તા.૦૫/૦૭/૨૦૨૨ સુધી સ્થગીત કરવાની થાય છે.અને હવે પછી નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા જે ડાયરેકશન આપવામાં આવશે તેના અનુસંધાને અમારા દ્રારા મંડળીની ચુંટણીની નવી નોટીસ આપવામાં આવશે જેની આ મંડળીના સૌ મતદારોએ નોંધ લેવી.

અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટનો આ હુકમ આવ્યો ત્યાં સુધીમાં પંચાસીયા સહકારી મંડળીની ચૂંટણીમાં સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો, ઉમેદવારીના 50થી વધુ ફોર્મ ઉપડી ગયા હોવાની માહિતી મળેલ છે. પરંતુ હવે હાઈકોર્ટના હુકમથી તારીખ 5/7/2022 સુધી ચૂંટણી સ્થગિત કરવાનો આવેલ છે, તેમજ હવે પછી હાઇકોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી થશે.

આ સમાચારને શેર કરો