Placeholder canvas

પંચાસીયા સહકારી મંડળીની ચૂંટણી જાહેર: 4થી જુલાઈએ મતદાન અને ગણતરી

વાંકાનેર તાલુકાના સહકારી રાજકારણમાં ભારે વિવાદમાં રહેલી પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીનો લવાદ કોર્ટનો ચુકાદો તારીખ 13 મી જુનના રોજ આવ્યો અને તેમાં એક મહિનાની અંદર જિલ્લા રજીસ્ટારને ચૂંટણી કરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમની અનુસંધાને આજે જિલ્લા રજિસ્ટર મોરબીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જિલ્લા રજિસ્ટ્રારે જાહેર કરેલા જાહેરનામા મુજબ ચૂંટણી કાર્યક્રમ
તા.18/06/2022 :- પ્રથમ મતદારયાદી અને ખાલી પડેલી જગ્યાઓની સંખ્યા નામ સાથે પ્રસિધ્ધ કરવામાં આવશે.

તા.19/06/2022 :- મતદારયાદી ઉપર વાંધાઓ રજૂ કરવાની છેલ્લી તારીખ, સમય સાંજના 5 વાગ્યા સુધી.

તા.21/06/2022 :- છેવટની મતદારયાદી પ્રસિધ્ધ કરવાની તારીખ, સમય સવારના ૧૧-૦૦ કલાકે

તા.23/06/2022 :- ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ, સમય સવારે 9 :00 થી 12 કલાક સુધી

તા.24/06/2022 :- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ, સમય સવારે 11:00 કલાકે

તા.24/06/2022 :- માન્ય થયેલ ઉમેદવારી પત્રોની જાહેરાતની તારીખ, સમય સાંજના 4 કલાકે

તા.25/06/2022 :- ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ, સમય સાંજના ૪-૦૦ કલાક સુધી

તા.25/06/2022 :- ઉમેદવારોની છેવટની યાદી પ્રસિધ્ધ કરવાની તારીખ, સમય સાંજના ૫-૦૦ કલાકે

તા.04/07/2022 :- મતદાનની તારીખ અને સમય, સવારના ૯-૦૦ થી બપોરના ૩-૦૦ ક્લાક સુધી

તા.04/07/2022 :- મતગણતરીની તારીખ, સમય મતદાન પૂર્ણ થયેથી તુરંત જ

તા.04/07/2022 :- પરિણામ જાહેર કરવાની તારીખ, સમય મતગણતરી પૂર્ણ થયે તુરંત જ

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાંનું સ્થળ : શ્રી કિશાન સેવા સ.મં.લી., મુ.પંચાસીયાનું કાર્યાલય રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પંચાશિયાની કિસાન સેવા સહકારી મંડળી ભારે વિવાદમાં રહી છે અને તેમાં સભાસદોને અજાણ રાખીને ગુપ્ત ચૂંટણી કરવામાં આવી હતી. આ બાબતે લવાદ કોર્ટમાં ન્યાય માંગવામાં આવ્યો હતો, કોર્ટે તારીખ 13 મી જુનના રોજ પોતાના ચુકાદામાં ચૂંટણીમાં બિનહરીફ ચુંટાયેલ વ્યવસ્થાપક કમિટી રદ કરીને એક મહિનાની અંદર જિલ્લા રજિસ્ટર મોરબીને ચૂંટણી કરવાનો હુકમ કરેલ છે.

અહીં એ પણ નોંધવા જેવું છે કે આ કિસાન સેવા સહકારી મંડળીમાં વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા ઘણો સમય પ્રમુખ રહ્યા છે અને કારોબારી સભ્ય પણ છે. સતાધારી જૂથના હાથમાંથી મંડળીની સતા સરકી જતી હોવાનું લાગતા તેઓ એ બેઠાથાળે ચૂંટણી કરીને સત્તા ઉપર ચીપકી ગયા હતા. જેમને લવાદ કોર્ટે રદ કરીને ચીપકેલાઓને ઉઠાળીને ફરી ચૂંટણી કરાવવાનો હુકમ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા રજીસ્ટારે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે અને એ મુજબ 4થી જુલાઇએ ચૂંટણી થશે અને પરિણામ પણ એજ દિવસે જાહેર થશે, ત્યારે કોનામાં કેટલી તાકાત છે ? અને કોણ કેટલા પાણીમાં છે ? અને કોણ પાણીમાં બેસી જાય છે ! તે જાહેર થઈ જશે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો