Placeholder canvas

વાંકાનેર: બાઉન્ટ્રી પાસે કૂતરું આડુ ઉતરતા બાઇકમાં બેઠેલ વૃદ્ધનું મૃત્યુ

વાંકાનેર : વાંકનેર બાઉન્ડ્રી નજીક લીંબાળાધાર પાસે ગત.તા.3 જુલાઈના રોજ ત્રીપલ સવારી બાઈક આડે કુતરૂ ઉતરતા સુલેમાનભાઈ હાસમભાઈ શાહમદાર ઉ.70 રે.મોરબી વાળાનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર ફારૂકભાઇએ વાંકનેર પોલીસ મથકમાં બાઈક ચાલક મહેશભાઈ સાદુળભાઈ ચૌહાણ રે. ચોટીલા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ
આ સમાચારને શેર કરો