Placeholder canvas

28 ફેબ્રુઆરીએ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાશે.

  • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર
  • બે તબક્કામાં યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
  • 21 અને 28 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી મતદાનનો કાર્યક્રમ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની આતૂરતાનો અંત આવી ગયો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી દેવાઈ છે. આ વખતે મહાનગર પાલિકા અને નગર પાલિકા સહિત જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવાઈ છે. કુલ 2 તબક્કામાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 21મી ફેબ્રુઆરીના દિવસે 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાનનો કાર્યક્રમ યોજાશે. 28મી ફેબ્રુઆરીએ નગર પાલિકાઓ અને પંચાયતની ચૂંટણીનુ્ં મતદાન યોજાશે.

મનપા અને નગર પાલિકાઓની ચૂંટણીના કાર્યક્રમ અલગ-અલગ રહેશે.

6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે જાહેરનામું 1 ફેબ્રુઆરી 2021એ બહાર પડશે

6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2021

6 મહાનગર પાલિકાના ઉમેદવારોના ફોર્મ ચકાસણીની તારીખ 8 ફેબ્રુઆરી 2021 રહેશે

6 મહાનગર પાલિકાના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાની તારીખ 9 ફેબ્રુઆરી 2021 રહેશે

21મી ફેબ્રુઆરીના દિવસે 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાનનો કાર્યક્રમ યોજાશે.

6 મહાનગર પાલિકાની ચૂંટણીના મતદાનની મત ગણતરીની તારીખ 23 ફેબ્રુઆરી 2021

અને મહાનગર પાલિકાની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 26 ફેબ્રુઆરી 2021 રહેશે.

નગર પાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ

નગરપાલિકા અને તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણી માટે જાહેરનામું 8 ફેબ્રુઆરી 2021એ બહાર પડશે

નગરપાલિકા અને તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી 2021

નગરપાલિકા અને તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ચકાસણીની તારીખ 15 ફેબ્રુઆરી 2021 રહેશે

નગરપાલિકા અને તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાની તારીખ 16 ફેબ્રુઆરી 2021 રહેશે

28મી ફેબ્રુઆરીના દિવસે નગરપાલિકા અને તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાનનો કાર્યક્રમ યોજાશે.

નગરપાલિકા અને તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનની મત ગણતરીની તારીખ 2 માર્ચ 2021

નગરપાલિકા અને તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 5 માર્ચ 2021 રહેશે.

આ બે મહાનગર પાલિકાની ચૂંટણી હાલ નહીં
આ ચૂંટણી કાર્યક્રમમાં 8 પૈકી 2 મનપાની ચૂંટણી યોજાશે નહીં. જેમાં જૂનાગઢ અને ગાંધીનગર મનપા આ ચૂંટણીના કાર્યક્રમાંથી બાકાત રહેશે.

આ સમાચારને શેર કરો