ગુજરાતરાજકીયવિશેષ લેખ

KAPTAAN-મતનો મંત્ર: સાચો ઉમેદવાર કેવી રીતે પસંદ કરવો? આ 5 બાબત ધ્યાનમાં રાખો…

Kaptaan મતનો મંત્ર – ભાગ 4
Day-4

ચૂંટણી સમયે સૌથી મોટો પ્રશ્ન હોય છે— “કોને મત આપવો?”

શું આપણે સાચો ઉમેદવાર પસંદ કરીએ છીએ… કે માત્ર ઓળખાણ પર નિર્ણય લઈએ છીએ?

1. ઉમેદવારનું કામ જુઓ, વચન નહીં

ઘણા લોકો મોટા મોટા વચનો આપે છે… પણ સાચો ઉમેદવાર એ છે જે પહેલેથી કંઈક કરી ચૂક્યો હોય.

2. ઈમાનદારી સૌથી મોટી લાયકાત

પદ મોટું હોય કે નાનું— ઈમાનદારી વગરનો નેતા લોકો માટે જોખમ બની શકે છે.

👉 “Kaptaan મતનો મંત્ર” કહે છે: સાચો ઉમેદવાર એ છે જે તમને યાદ કરે… માત્ર ચૂંટણી વખતે નહીં.

3. લોકો સાથે જોડાણ છે કે નહીં?

  • લોકોની વચ્ચે રહે છે?
  • સમસ્યા સાંભળે છે?
  • જવાબ આપે છે?

4. ભૂતકાળ તપાસો

જે પહેલેથી કંઈ નથી કર્યું… તે ભવિષ્યમાં શું કરશે?

5. વિચાર કરો—ભાવના નહીં

જાતિ, ધર્મ, ઓળખાણ… આ બધાથી ઉપર ઉઠીને નિર્ણય લો.

આ વખતે મત આપતા પહેલા… ઉમેદવારને સારી રીતે ઓળખો.
સાચો નિર્ણય… સારો ભવિષ્ય બનાવે છે
આ સમાચારને શેર કરો