Placeholder canvas

વાંકાનેર: વડસર પાસે ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

વાંકાનેર : વાંકાનેરના વડસર પાસે ટ્રક ચાલકે ઇકો કારને હડફેટે લઈ અકસ્માત સર્જતા ઇકો કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ થાનગઢના રહેવાસી ફરિયાદી દીપકભાઈ કેશાભાઈ ચાવડાની ઇકો કારને ટ્રક નંબર જીજે – 02 – ઝેડઝેડ – 5663 નંબરના ટ્રક ચાલકે ઘસાઈને ચલાવી ઠોકર મારતા ઇકોમાં બેઠેલા કાળુભાઇ કેશાભાઈ ચાવડા, પ્રશાંતભાઈ મનસુખભાઇ, દશરથભાઈ હકાભાઈ બોયર તેમજ રાહુલ ઓઘાભાઈ કોળીને ઇજાઓ પહોંચી હતી.

વધુમાં આ અકસ્માતમાં ફરિયાદીના ભાઈ કાળુભાઇ કેશાભાઈ ચાવડાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો