Placeholder canvas

‘કેમ પેસેન્જર તોડે છે ‘ કહી ચાર શખ્સોએ ઇકોના ડ્રાઇવરને માર માર્યો…

વાંકાનેરમાં નવી રાતેદીવરી ગામે ‘ તું કેમ રતા ગમારાના પેસેન્જર તોડે છે’ તેમ કહીને ઇકો કારના ડ્રાઇવર પર હુમલો કરી ગાળો આપી, લાકડી અને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. આ અંગે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

આ બનાવની મળતી વિગત મુજબ ફરિયાદી પાર્થભાઈ ગોહેલે આરોપી પાચો મુધવા, હીતેષ લામકા, ભુપત ફાગલીયા અને રતા ગમારા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે , પાર્થભાઈ ઇકો કાર નં GJ-03-ER-6123નું ડ્રાઇવિંગ કરી પોતાનું ગુજરાત ચલાવે છે. સાંજના સમયે લજાઇ પાસેથી કારખાનેથી મહીલા પેસેન્જરને બેસાડી પાર્થભાઈ વાંકાનેર આવવા માટે નીકળ્યા હતા રાતીદેવરી ગામે મહિલા પેસેન્જર ને ઉતારી રહ્યા હતા એ સમયે ત્યા રાતીદેવરી ગામના પાંચો મુંધવા, હીતેષ લામકા તથા ભુપત ફાગલીયા લાકડી અને લોખંડના પાઇપ લઈને પાર્થભાઈ પાસે આવ્યા હતા. જ્યાં આરોપી પાચાએ કહ્યું હતું કે, ‘તુ કેમ રતા ગમારા ના પેસેન્જર તોડે છે’ તેમ કહી પાર્થ ભાઈ ને ગાળો આપી હતી જેથી પાર્થભાઈએ ગાળો આપવાની ના પાડતા આરોપી પાચો ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પાર્થભાઈનો માર માર્યો હતો.ઈકો કારમાં સવાર મહિલા પેસેન્જર બહાર આવી ગયા હતા અને તેઓ પાર્થભાઈને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા ત્યારે અન્ય સ્થાનિકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ જતા ચારેય આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો