Placeholder canvas

ધ્રાંગધ્રાના નરાળી પાટીયા પાસે ઇકો કાર પલ્ટી : 20 છાત્રોનો બચાવ

ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના પાટીયા પાસે ઇકો કાર પલટી જતા 20 જેટલા વિદ્યાર્થીઓનો બચાવ થયો છે. એસ્સાર ગામના વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે ગયા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.

મળેલ માહિતી મુજબ ધાંગધ્રા પાસે નરાડી ગામના પાટીયા પાસે ના પીકપ બસ સ્ટેન્ડ પાસે પસાર થઈ રહેલી ઇકો કારના ચાલકેશ સ્ટેરીંગ ઉપર કાબુકર ગુમાવતા અચાનક ઇકો કાર પલટી મારી ગઈ હતી. જેમાં એસઆર ગામના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને પરત ફરતા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. પરંતુ સદનશીબે ઇકો કાર બેઠેલા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. આ અંગેની જાણકારી મળતા ધાંગધ્રા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી રહી છે.

આ સમાચારને શેર કરો