કચ્છમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ, જીવ બચાવવા લોકો ઘરની બહાર દોડ્યા…
કચ્છ: જિલ્લામાં રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં 4.0ની તીવ્રતાના ભૂકંપને કારણે વાગડની ધરા ધ્રુજી હતી. રાતે 8.18 મિનિટે અહીંયા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકો દોડીને ઘરની બહાર નીકળ્યા હતા. ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મહત્વનું છે કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 26 કિમી દૂર નોંધાયું છે.
અગાઉ 3 દિવસ પહેલા પણ ઉત્તર ગુજરાતની ઘણી બધી જગ્યાએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં પાટણ, પાલનપુર, મહેસાણા અને અમદાવાદ સહિતના શહેરોમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. જેનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું અને રાતે 10.16 કલાકે ભૂકંપ આવ્યો હતો. પરિણામે તે સમયે પણ લોકો ઘરની બહાર લોકોનો જીવ બચાવા દોડ્યા હતા.

