વાંકાનેર તાલુકા પોલીસ મથક અપગ્રેડ થતા પ્રથમ પીઆઇ તરીકે ડી.વી.ખરાડીની નિમણૂક…
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પીએસઆઇ કક્ષાના પોલીસ મથકોને પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવેલ છે, જેમની અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ મથકને પણ પીએસઆઇમાંથી પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવતા ગઈ કાલે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સૌ પ્રથમ પીઆઇ તરીકે મોરબી લીવ રિઝર્વમાં રહેલ ડી. વી. ખરાડીની નિમણૂક કરવામાં આવી છે. જેમણે ગઈ કાલથી જ વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે ચાર્જ સંભાળ્યો છે.
વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે મુકાયેલા ડી. વી. ખરાડી મહીસાગર જિલ્લામાં માંથી તાજેતરમાં જ તેમની મોરબી જિલ્લામાં નિમણૂક કરવામાં આવી હોય અને લીવ રિઝર્વમાં રાખવામાં આવેલ હતા, જે બાદ તેમની વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે.