skip to content

દ્વારકા: વરવાળા ગામમાં ઝાડ પર લટકતી લાશ મળી

દ્વારકા જિલ્લાના વરવાળા ગામમાં 2 દિવસમાં 2 હત્યા થતાં ભારે ચકચાર મચી છે. બે દિવસ અગાઉ એક વ્યક્તિની હત્યા થઈ હતી જેનો ભેદ ગઈકાલે જ ઉકેલાયો છે. જેમાં જાણવા મળ્યું હતું કે પત્ની અને પ્રેમીએ મળી અને પતિની હત્યા કરી હતી. તેવામાં આજે વધુ એક હત્યાનો બનાવ બન્યો છે.

વરવાળા હાઈવે પર આજે એક વૃક્ષ પર લટકતી લાશ જોવા મળી હતી. લાશની વાત વાયુવેગે ગામ લોકોમાં ફેલાઈ ગઈ અને લોકોના ટોળા એકત્ર થયા. પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં લાશ અંગે જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ ટ્રક ડ્રાઈવર છે અને તેમનું નામ સાંગાભાઈ રબારી છે. તેમનો મૃતદેહ ઝાડ પર લટકતો જોવા મળી આવતાં લોકોમાં પણ ભયનું વાતાવરણ છવાયું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો