વાંકાનેર: વડસરના તળાવમાં ડમ્પર ખાબકતા ખાબકતા રહી ગયું..!!
વાંકાનેર જડેશ્વર રોડ ઉપર વાંકાનેર થી આશરે 10 થી 12 કિલોમીટર દૂર આવેલ અને વડસરના તળાવના નામથી ઓળખાતું તળાવ પાસે ખૂબ વળાક વાળો રસ્તો આવેલો છે. આ રસ્તા પર પસાર થતાં વાહનો એ ખૂબ કાળજી રાખવી પડે છે અને ઓછી સ્પીડે ચાલવું પડે છે.
પરંતુ આજે સવારે સ્પીડ સાથે ડમ્પર આ રસ્તા પરથી પસાર થઈ રહયુ હતો ત્યારે તે વધારે સ્પીડમાં હોય અથવા તો એકદમ આવતા વળાંકમાં વળાંક વાળી ન શકતા ડમ્પર રોડથી નીચે ઉતરી ગયું હતું અને તળાવમાં ખાબકતા ખાબકતા રહી ગયું હતું.
સદનસીબે ડ્રાઇવર કે અન્ય કોઈ વ્યક્તિને ઇજા થઇ નથી જો આ ડમ્પર તળાવમાં ખાબકયું હોત તો નુકસાની અને જાનહાની થવાની શક્યતાઓ રહેલી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…