skip to content

ડમ્પરે બાઇકમાં સવાર 3 લોકોને કચડાયા, પિતા-પુત્ર અને પુત્રીનું કરૂણ મોત

ભાવનગર અમદાવાદ સિક્સ લેન હાઈવે પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધોળકાના કરિયાણા ગામથી રૂપગઢ જવાના માર્ગ પરના આ અકસ્માત ત્રણ લોકોના મોત થયા છે. ડમ્પર રીવર્સ લેતાં બાઈક સવાર 3 લોકો ડમ્પર નીચે કચડાયા હતા. જેમાં પિતા અને બે બાળકોનું થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. પોલીસ ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગ્રામજનો દ્વારા પોલીસ અને 108ની ટીમને અકસ્માતની ઘટનાની જાણ કરાઈ હતી. ઘટનાને પગલે કોઠ પોલીસ અને 108ની ટીમ સ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી. જોકે, સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા મૃતકોના પરિવારને જાણ કરાઈ હતી. જે બાદ અકસ્માતમાં મોતને ભેટનાર અને પરિવારના મોભીના પત્ની સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસ ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં મળેલ માહિતી મુજબ અકસ્માતમાં ભોગ બનનાર પરિવાર તારાપુરના રેલ ગામનો વતની હતો. પરિવાર બાઈક લઇને ખેતરમાં ડાંગરના ધરૂનું રોપાણ કરવા માટે મજૂરી કરવા આવ્યો હતો. જેમાં પરિવારના મોભી અને બે બાળકોના પિતા બાઈક લઇને જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

આ સમાચારને શેર કરો