વાંકાનેર

વાંકાનેર: રાતાવીરડા નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા બે ને ઇજા…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં સિરામિક ફેકટરીમાં કામ પૂરું કરી ઘર તરફ જઈ રહેલા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની એવા બાઈકચાલક નિલેશ પોપટભાઈ ભામાણી અને બાઈક પાછળ બેઠેલા તેમના ભાઈ લાખાભાઈને જીજે – 03 – બીટી – 0489 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લેતા બન્ને ભાઈઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવ બાદ ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ સમાચારને શેર કરો