વાંકાનેર: લુણસરિયા ગામ પાસે એક્ટિવાને ડમ્પરે હડફેટે લેતા વૃદ્ધનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે રહેતા વનમાળીદાસ કુબાવત નામના વૃદ્ધ લુણસરિયા ગામે લગ્નપ્રસંગમાં હાજરી આપી પરત ઘેર દિઘલિયા આવી રહ્યા હતા ત્યારે જીજે – 17 – એક્સએક્સ – 3671 નંબરના ડમ્પર ચાલકે વનમાળીદાસને એક્ટિવા સહિત હડફેટે લઈ અકસ્માત સર્જતાં વનમાળીદાસનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. અકસ્માત અંગે મૃતકના પુત્ર હિતેશભાઇ વનમાળીદાસ કુબાવતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
