વાંકાનેરની દોશી કોલેજમાં ‘નશા મુક્ત વિકસિત ભારત’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

વિદ્યાર્થીઓને નશામુક્ત રહી વિકસિત ભારતના અભિગમ તરફ પ્રેરિત કરાયા; ગોહેલ ઋષિકાએ સ્લોગન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી…

શ્રી એચ.એન. દોશી આર્ટસ એન્ડ આર.એન. દોશી કોમર્સ કોલેજ, વાંકાનેર ખાતે તા. 08/10/2026ના રોજ ‘નશા મુક્ત વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નશાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તેમજ વિકસિત ભારતના અભિગમ તરફ પ્રેરિત કરવાનો હતો.

ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અમરસિંહજી શૈક્ષણિક સંકુલમાં કાર્યરત માતૃશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મહેતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજ તથા શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સ્પર્ધાઓમાં બી.કોમ સેમેસ્ટર-5ની વિદ્યાર્થીની ગોહેલ ઋષિકા ઉત્તમભાઈએ સ્લોગન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. આ સાથે તેને આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.

આ ઉપરાંત બી.કોમ તથા બી.સી.એ.ના વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક, પેઇન્ટિંગ તથા ડિબેટ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે કાવ્ય લેખન અને રાસ-ગરબા સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

વિવિધ સ્પર્ધાઓમાં કુલ 6 એવોર્ડ પ્રાપ્ત થતાં ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓ, તેમના માર્ગદર્શક પ્રાધ્યાપિકાશ્રીઓ તેમજ કોલેજના પ્રાચાર્યા ડૉ. શીતલબેન શાહને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની આ સિદ્ધિને કોલેજ પરિવાર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ તરીકે આવકારી ‘નશા મુક્ત વિકસિત ભારત’ના સંદેશને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

#વાંકાનેર #નશામુક્તવિકસિતભારત #DoshiCollege #વિદ્યાર્થીસિદ્ધિ #શિક્ષણ #Wankaner #NashaMuktBharat #KaptaanNews

આ સમાચાર શેર કરો

Follow Us on