Placeholder canvas

વાંકાનેર: માટેલીયા વોકળામાં ડૂબી જતાં પરપ્રાંતીય મજૂરનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક માટેલીયા વોકળામાં ડૂબી જતાં ઓરિસ્સાના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના ઘટી છે.

આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ કલાસીક સીરામીક ફેકટરીમાં કામ કરતો અને ત્યાં જ લેબર કોલોનીમાં રહેતા મૂળ ઓરિસ્સા રાજ્યના રાજાબસા સાલબની ગામના રહેવાસી ઇશ્વર લક્ષ્મણ હેમ્બરામ નામના શ્રમિકનું ગઈકાલે ઢુવા મીલીનીયમ સીરામીક પાછળ માટેલીયા વોંકળામાં કોઈ કારણોસર ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો