Placeholder canvas

રાજકોટ: રેસકોર્ષમાં ઝેરી દવા પીઈને યુવતીએ પૂર્વ પ્રેમીને જાણ કરી..!!

રાજકોટ: મવડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ રેસકોર્ષ ગાર્ડનમાં ઝેરી દવા પીઈને જુના પ્રેમીને ફોન કરી જાણ કરતા હત્તપ્રત થઈ દોડી આવેલ પ્રેમીએ યુવતીને સારવાર માટે સીવીલ હોસ્પિટલે ખસેડી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર એક યુવતીને ચાર વર્ષ પહેલા તેના વિસ્તારમાં રહેતાં જ એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ છેલ્લા એક વર્ષથી યુવતીને અન્ય યુવક સાથે સબંધ બંધાતા પહેલા યુવકને તે વાતની જાણ થતા તે મોહભંગ થયો હતો. અને યુવતીને ફોન કરી તેમના સંબંધનો અંત આણવા માટે કહ્યું હતું.

જે બાદ ગઈકાલે ફરીવાર યુવતીએ યુવકને ફોન કરી પ્રેમસંબંધ આગળ વધારવા માટે કહેતા યુવકને અજુગતું લાગતાં તેને યુવતીના પિતાને મળવા બોલાવી હકીકત જણાવી હતી.જે બાદ યુવકે યુવતીને ફોન કરી તારા પિતાને મે વાત કરી છે એટલે તુ ઘરે જા અને ત્યાં પહોંચીને છેલ્લો કોલ કરજે કહી ફોન કાપી નાખ્યો હતો. જે બાદ ભયભીત થયેલ યુવતીએ ગાર્ડનમાં ઝેરી દવાપી યુવકને તે અંગે જાણ કરતાં યુવક દોડી આવ્યો હતો. અને યુવતીને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડી હતી. આ બનાવ અંગેની જાણ સીવીલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસનો સ્ટાફ આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો