skip to content

લે બોલ : યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જઈને ફિનાઇલ પીધુ !!

વાંકાનેર: વિક્ટર સોસાયટીમાં રહેતો યુવાન વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને રાતે આવ્યો હતો અને ત્યાં તેણે ફિનાઈલ પી લીધું હતું જેથી તે યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની વાંકાનેર પોલીસને જાણ થતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં આવેલ વિકટર સોસાયટીમાં રહેતા કમલેશભાઈ હેમુભાઈ ઉડેશા જાતે ચુવાડિયા કોળી (ઉ.વ.૩૪) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગત રાત્રીના એક વાગ્યાના અરસામાં જઈને કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

આ બનાવની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને કમલેશભાઈને હોસ્પિટલે લઈને જનારા ચેતનભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ કમલેશભાઈએ વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે જઈને ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો