વાંકાનેર: સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ વેકશીનની ડ્રાય રન યોજાય

વાંકાનેર: સંભવિત આવતા મહિને આવનાર કોવિડ વેક્સિન આપવાના પ્રસંગે કોઈ ભૂલ ન થાય અને કોઈ સમસ્યા ઉભી થાય તો તેના નિરાકરણ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આજે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મોરબી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા ડ્રાય રન યોજવામાં આવેલ જેમાં ૨૫ જેટલા હેલ્થ કેર વર્કરને રસીકરણ આપવાની ક્રિયા કરવામાં આવે હતી

આ ડ્રાયરન કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા, જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. વી. એલ. કારોલીયા, જિલ્લા આઇ.ઇ.સી અધિકારી જી.વી.ગાંભવા, તાલુકા હેલ્થ ઓફિસર ડો એમ. એ. શેરસિયા અધિક્ષક વગેરે હાજર રહી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ આ ડ્રાય રન ની કામગીરી સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ.એ.શેરસિયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર વી.એચ.માથકીયા અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો