ડૉ.ગની પટેલનું સ્વરાજ ડેરીમાં સન્માન કરાયુ

વાંકાનેર: તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી ની ડીગ્રી મેળવીને સમગ્ર વાંકાનેર તાલુકા અને મોમીન સમાજનું ગૌરવ વધારનાર ગની પટેલનું સ્વરાજ ડેરી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી દ્રારા રૂરલ સ્ટડી ગ્રામ વિદ્યાશાખા ડૂમિયાણી બી.આર.એસ કોલેજ માથી “રાજકોટ જિલ્લાના ગ્રામિણ વિસ્તારની સજીવ અને રસાયણ આધારિત ખેતી પધ્ધતિઓનો અભ્યાસ” એ વિષય ઉપર પી.એચ.ડી. ની પદવી મેળવી વાંકાનેર ના મોમીન સમાજ ઉપરાંત સંપૂર્ણ વાંકાનેર અને ગુજરાતનુ ગૌરવ વધારનાર ગની પટેલનું સ્વરાજ ડેરીના કર્મચારી મિત્રો સી.એન્ડ એફ. એજન્ટો તથા સ્વરાજ પરીવારના તમામ સભ્યોએ ગની પટેલ (ખેરવા) નુ ફુલહાર અને મોમેન્ટો દ્રારા સન્માન કરી બહુમાન કર્યુ હતુ.

આ પ્રસંગે સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાનભાઇ અને ડીરેકટરર્સ ઇલ્મુદીનભાઇ તથા નેસીફભાઇ એ ખાસ મોમેન્ટો અર્પણ કરી ખુશી વ્યકત કરી હતી આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ વેપારી મિત્રો હાજર રહયા હતા અને બધા મિત્રોએ ગની પટેલને ફુલહાર પહેરાવી સન્માનીત કર્યા હતા આ તકે સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાન શેરસીયા એ સમાજના દરેક વિદ્યાર્થી મિત્રોને ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધવાનુ આહવાન કરીને જણાવ્યુ હતુ કે જ્ઞાન હોવુ અને ડિગ્રી હોવી એમા ખુબજ ફર્ક છે જ્ઞાન વગરની ડીગ્રી અને ડીગ્રીવગરનુ જ્ઞાન બન્ને અધુરુ છે માટે ડીગ્રી અને જ્ઞાન બન્નેનુ હોવુ ખુબજ જરૂરી છે

કાર્યક્રમનાં અંતે ગનીપટેલે બધા મિત્રોને જિંદગીમા ખુબજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની હાકલ કરી સ્વરાજ પરિવારનો આભાર વ્યકત કર્યો હતો ગની પટેલના પી.એચ.ડી. ના માર્ગદર્શક બી.આર.એસ. કોલેજના પ્રો.ડો.ડી.સી.પટેલ સાહેબ છે આ તકે ગની પટેલ તેમનો પણ હદયથી આભાર વ્યકત કર્યો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 171
  •  
  •  
  •  
  •  
  •  
    171
    Shares