Placeholder canvas

હળવદના જુની જોગડ ગામમાં ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી બોલતા થયા ડબલ મર્ડર

હળવદ તાલુકાના જૂની જોગડ ગામે આજે ભેંસ ચરાવવા જેવી સાવ નજીવી બાબતે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી જેમાં બન્ને પક્ષે એક-એક વ્યક્તિના મોત નિપજતા ડબલ મર્ડરની ઘટના સામે આવી છે.

આ ડબ્બલ મર્ડરની જાણવા મળતી વિગતો મુજબ હળવદના જૂની જોગડ ગામે આજે સાંજના સમયે ભેંસ ચરાવવા બાબતે થયેલી લોહિયાળ માથાકૂટ થતા. આ ઘટનામાં રઘુભાઈ કોળી તથા નવઘણભાઈ કોળી નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે.

જૂની જોગડ ગામે બનેલ ડબલ મર્ડરની ઘટનાને પગલે મોરબી એલસીબી, અને હળવદ સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ સમાચારને શેર કરો