Placeholder canvas

વાંકાનેર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ કબડ્ડી સ્પર્ધામાં દોશી કોલેજ સેકન્ડ રનર્સ અપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ડોર સ્ટેડીયમ, રાજકોટ. મુકામે તા.૨૭/૯/૨૩ ને બુધવારનાં રોજ રાખવામાં આવી હતી. જેમાં ડૉ. વાય. એ. ચાવડા અને કોચ ખાંડેખા નૈમિશ ભીખાભાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની શ્રી દોશી કૉલેજની બહેનોની ટીમ સેકન્ડ રનર્સ અપ બની. તેમજ શ્રી દોશી કૉલેજ ના ૨ (બે) બહેનો સારલા વિશાખા ભુપતભાઇ (ધમલપર) અને ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર) નેશનલ લેવલ પર પસંદ થયેલ છે અને જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે. જે વાંકાનેર અને શ્રી દોશી કૉલેજ માટે ખુબ જ ગૌરવસમી ઘટના છે.

બધા જ ખેલાડી બહેનો અને રમત ગમતના અધ્યાપક કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડાને અને કોચ ખાંડેખા નૈમિશ ભીખાભાઈ ને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્ય અને દોશી કૉલેજના પરિવારે અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઑ પાઠવી હતી.

સેકન્ડ રનર્સ અપ થયેલા વિદ્યાર્થી બહેનો

  1. સારલા વિશાખા ભુપતભાઇ (ધમલપર)
  2. ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર)
  3. ગાબુ કિંજલ દેવરાજભાઈ (લુણસરિયા)
  4. ખલીફા સુજાન સાહબુદિનભાઈ (વાંકાનેર)
  5. ગાંગડીયા નીતા લઘરાભાઈ (ભેરડા)
  6. વાઘેલા આરતી શિવાભાઈ (ભેરડા)
  7. બાદી જબિલ અલીભાઈ (પાચદ્રારકા)
  8. ધુલેટીયા કિરણ કિશોરભાઈ (ગારીયા)
  9. ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર)
  10. પરમાર કોમલ ગોરધનભાઈ (તીથવા)
  11. મકવાણા ઉર્મિલા ગોવિંદભાઈ (લુણસરીયા)
આ સમાચારને શેર કરો