વાંકાનેર: દોશી કોલેજના સ્થાપક રસિકલાલ ન્યાલચંદ દોશીનું નિધન

વાંકાનેરમાં શિક્ષણમાં ખૂબ મોટું યોગદાન આપનાર અને વાંકાનેરમાં સર્વ પ્રથમ અને એકમાત્ર કોલેજ તેમજ હિંમતલાલ ન્યાલચંદ દોશી અને રસિકલાલ ન્યાલચંદ દોશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક (ટ્રસ્ટી) રસિકલાલ ન્યાલચંદ દોશીનું તા. 24/12/2020ના રોજ નિધન થયેલ છે.

દોશી કોલેજ વાંકાનેર

રસિકલાલ ન્યાલચંદ દોશીનું તા. 24/12/2020ના રોજ નિધન થયું છે ત્યારે તમને તેમના કરેલા આ ભગીરથ કાર્યને યાદ કરીને ખરી શ્રદ્ધાંજલિ પાઠવીએ…. વાંકાનેરમાં શિક્ષણ ક્ષેત્રમાં કેવી પરિસ્થિતિમાં, કઈ રીતે ?દોશી કોલેજની સ્થાપના કરી તેમની માહિતી અત્રે પ્રસ્તુત છે…..

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1967માં શરૂઆત થયા પછી સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણની મોટે ભાગે સગવડો માત્ર મોટા શહેરોમાં હતી દૂર ગ્રામીણ વિસ્તારોમાં અને પછાત વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણની સગવડતાત ન હતી. આ સંજોગોમાં વાંકાનેરના અગ્રણી વેપારી બાબુભાઈ ખીમચંદ શેઠને વાંકાનેર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ અને બહેનો સરળતાથી શક્ય એટલા ઓછા ખર્ચે ઉચ્ચ શિક્ષણ મેળવે તેવો ઉમદા વિચાર આવતા બાબુકાકા એ તેમના સંબંધી હિંમતભાઈ દોશી તથા રસિકભાઈ દોશીને આ વાત કરતાં બંને ભાઈઓએ આ વાતને સહર્ષ સ્વીકારી લીધી અને વાંકાનેરને આંગણે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થા સ્થાપવાનો નિર્ણય કર્યો. પોતાના બુદ્ધિ કૌશલ્ય અને અથાંગ પરિશ્રમથી મેળવેલી સંપત્તિનો સદ્ઉપયોગ કરી કોઈપણ ફંડ ઉઘરાવ્યા વગર સ્વખર્ચે આ સંસ્થાનું નિર્માણ કર્યું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સ્વતંત્ર રીતે કામ કરતાં હજુ ચાર વર્ષ થયા હતા એ સંજોગોમાં ગામડામાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા પૂરતી નહોતી એટલે દોશી પરિવારના સભ્યો હિંમતભાઈ દોશી, રસિકભાઈ દોશી, નગીનભાઈ દોશી તથા રાજકોટના પ્રખ્યાત ડેન્ટલ સર્જન પી.વી દોશી અને તે સમયના સિન્ડીકેટ મેમ્બર પ્રવીણભાઈ મણીયાર દ્વારા ટ્રસ્ટની જવાબદારી સંભાળવામાં આવી બાબુભાઈ ખીમચંદ શેઠે મેનેજિંગ ટ્રસ્ટી જવાબદારી સંભાળી હતી.

રસીકલાલ ન્યાલચંદ દોશી

શરૂઆતમા બે વર્ષ કોલેજ વાંકાનેરની અમરસિંહજી હાઇસ્કુલના બિલ્ડિંગમાં કાર્યરત હતી. ૧૯૭૩માં કોલેજનું સ્વતંત્ર બિલ્ડીંગ બન્યું જ્યાં આજે કોલેજ કાર્યરત છે. કોલેજની શરૂઆતમાં વી.એસ. વણીકર સાહેબે પ્રિન્સીપાલ તરીકે સેવા આપી હતી. પહેલા વર્ષે 72 વિદ્યાર્થીઓની સંખ્યા થી કોલેજ શરૂ થઈ હતી જ્યાં આજે 1100થી વધુ વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરી રહયા છે.

કોલેજની સ્થાપનાથી કોલેજના તમામ કર્મચારીઓ સમૂહ ભાવનાથી અને એક પરિવારની લાગણીથી કામ કરેલ એટલે આજે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે જે નવા માપદંડ તૈયાર થયા છે તેને પરિપૂર્ણ કરવા સૌ કર્મચારીઓએ સંસ્થાના જે ઉદ્દેશો છે એ પરિપૂર્ણ કરવા સંકલ્પબદ્ધ રીતે જ જાતને સમર્પિત કરી હતી…

હિંમતલાલ ન્યાલચંદ દોશી

આ દોશી કોલેજ એ વાંકાનેરમાં સૌપ્રથમ શરૂ થયેલ કોલેજ છે, ત્યારે શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે આમ છતાં હજુ સુધી આ દોશી પરિવાર જેવો કોઈ શિક્ષણપ્રેમી અને દાનવીર બીજી કોઈ કોલેજ સ્થાપવા આગળ નથી આવ્યો. અને વાંકાનેરના રાજકીય આગેવાનોનો તે માત્ર સત્તા અને મતોમાં જ રસ છે. આજે વાંકાનેરમાં ઘણા બધા વિદ્યાર્થીઓને બહાર અભ્યાસ કરવા જવું પડે છે કેમકે વાંકાનેરમાં એકમાત્ર કોલેજ હોવાથી બધા વિદ્યાર્થીઓને અહીં એડમિશન મળી શકતું નથી. સૌથી દુઃખની વાત તો એ છે કે કોઈ દાતા કે નેતા હજુ સુધી આગળ નથી આવ્યો એ ઘણું બધું કહી જાય છે. હાલમાં શિક્ષણ એક ધંધો બની ગયો છે ત્યારે વાંકાનેરમાં કોઈ ધંધો કરવા માટે પણ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો શરૂ કરવા માટે આગળ નથી આવ્યા.

આ તકે દોશી કોલેજની સ્થાપના પાયાના પથ્થર એવા રસિકલાલ ન્યાલચંદ દોશીનું તા. 24/12/2020ના રોજ નિધન થયું છે. તેમને કપ્તાન પરિવાર તેમના વાંકાનેર, શિક્ષણ અને નાના માણસો પ્રત્યેના પ્રેમને, ભાવનાને સલામ કરી શ્રદ્ધાંજલિ પાઠવશે…

(ફોટો અને માહિતી:- શીતલ શાહ-વાંકાનેર)

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 422
  •  
  •  
  •  
  •  
  •  
    422
    Shares