વાંકાનેર

યુનિવર્સિટી લેવલની યોગ સ્પર્ધામાં વાંકાનેરની દોશી કૉલેજના વિધાર્થીઓએ કાઠું કાઢ્યું…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા રાજકોટ મુકામે રાખવામાં આવી હતી. જેમાં ડૉ. વાય. એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની શ્રી દોશી કૉલેજની બહેનોની ટીમ ચેમ્પિયન થઈ છે. તેમજ શ્રી દોશી કૉલેજ ના ૧ (એક) ભાઈઓ અને ૩ (ત્રણ) બહેનો આમ કુલ ૪ (ચાર) વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર કર્ણાટકમાં બેંગ્લોર મુકામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે.

ભાઈઓમાં
1) વસાણીયા તુષાર દીપકભાઈ (વાંકાનેર) જેવોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ.

બહેનોમાં
1) ખખ્ખર મહેક અજયભાઈ – વાંકાનેર (નેશનલની ટીમમાં પસંદગી)

2) ડાભી અસ્મિતા અશોકભાઈ – ગારીયા (નેશનલની ટીમમાં પસંદગી)

૩) ચાવડા સાક્ષી જીતેન્દ્રભાઈ – વાંકાનેર (નેશનલની ટીમમાં પસંદગી)

વ્યક્તિગત સ્પર્ધામાં ભાઈઓ

  1. વસાણીયા તુષાર દીપકભાઈ (વાંકાનેર)

ચેમ્પિયન થયેલા વિદ્યાર્થી બહેનો

  1. ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર)
  2. પરમાર કોમલ ગોરધનભાઈ (તીથવા)
  3. ડાભી અસ્મિતા અશોકભાઈ (ગારીયા)
  4. થુલેટિયા રેણુકા ભુપતભાઈ (ગારિયા)
  5. ચાવડા સાક્ષી જીતેન્દ્રભાઈ (વાંકાનેર)
  6. મુંધવા પૂનમ પરબતભાઈ (વાંકાનેર)
  7. ગિંગોરા કૈલાશ ગોપાલભાઈ (લાકડધાર)
આ સમાચારને શેર કરો