શુ ચૂંટણીમાં કોરોના નહીં નડે ?

નવરાત્રિમાં પ્રજા ઘેર બેસી ‘પૂજા’ કરશે, ઇદ-એ-મિલાદની ઉજવણી લોકો સાદગીપૂર્વક કરશે, જ્યારે રાજકીય પક્ષો જાહેરમાં જઈને વિધાનસભાની પેટાચૂંટણીનો ‘પ્રચાર’ કરશે…

ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષો પ્રચારની તૈયારી કરી રહ્યા છે, પણ કોરોનાનો ડર અને પ્રજાના જાકારાનો પણ ભય સતાવી રહ્યો છે
કૉંગ્રેસ પાસેથી 8 બેઠક ખૂંચવી લેવા પ્રદેશ ભાજપની નેતાગીરી નરેન્દ્ર મોદીની પ્રચાર સભા માટે પ્રયાસ કરી રહી છે.

ગુજરાતમાં નવરાત્રિ શરૂ થતાંની સાથે જ વિધાનસભાની પેટાચૂંટણીનો પ્રચાર-પ્રસાર શરૂ થઈ જશે, એ જોતાં જનતા ઘેર બેસીને નવરાત્રિની પૂજા, સ્થાપના કરશે, જ્યારે રાજકીય પક્ષો જાહેરમાં જઈને ચૂંટણીમાં મત માગશે. ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષોએ પ્રચારની તૈયારી તો શરૂ કરી છે, પણ કોરોના નડશે તો એનો પણ ડર લાગે છે, સાથે સાથે મતદાન ઓછું થવાનો પણ ભય છે, તેમ છતાં પ્રચાર તો ચાલશે, ખાસ કરીને ભાજપના ઉમેદવાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વર્ચ્યુઅલ સભા કરે એ માટેની ચર્ચા ચાલી રહી છે.

ત્યારે સવાલ એ થાય છે કે નવરાત્રિ અને ઇદ-એ-મિલાદની ઉજવણી લોકો સાદગીપૂર્વક અને ઘરમાં જ કરશે. ત્યારે નેતાઓ ચૂંટણી પ્રચાર શું કોરોનાની ગાઈડલાઈન મુજબ જ કરશે? અને આ ચૂંટણીમાં કોરોના નહીં નડે? આવા પ્રશ્નો લોકો ચર્ચામાં ચર્ચી રહ્યા છે. અને જો મતદારો વિફરશે તો આનું ભયંકર પરિણામ ઉમેદવારોને ભોગવવાનું થશે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની મોબાઈલ એપ ડાઈનલોડ કરો…
ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો