“50% OFF”, “આજે છેલ્લો દિવસ”, “માત્ર થોડા પીસ બાકી”—આવા શબ્દો દેખાય એટલે આપણું ધ્યાન તરત ખેંચાય છે. વસ્તુ ખરેખર જરૂરી છે કે નહીં એ વિચાર્યા પહેલાં જ મન કહે છે, “આવી ઓફર ફરી ક્યાં મળવાની?”
પરંતુ ક્યારેક થોડી ક્ષણ રોકાઈને વિચારીએ તો ખબર પડે છે કે જે વસ્તુ ખરીદવા જઈ રહ્યા છીએ તેની આપણને જરૂર જ નહોતી. એટલે સવાલ એ છે કે આપણે ઓફર જોઈને ખરીદી કરીએ છીએ કે જરૂરિયાત જોઈને?
આપણું બજેટ મોંઘું પડે છે?”
₹1,000ની વસ્તુ ₹700માં મળે એટલે ₹300 બચ્યા?
આપણી ગણતરી ઘણી વખત આવી હોય છે—વસ્તુની કિંમત ₹1,000 હતી અને ઓફરમાં ₹700માં મળી એટલે ₹300 બચ્યા. પરંતુ બીજી બાજુથી જુઓ તો આપણે ₹700 ખર્ચ્યા છે.
જો એ વસ્તુની જરૂર જ નહોતી તો ખરેખર ₹300 બચ્યા નથી; બલ્કે જરૂર ન હોય એવી વસ્તુ પાછળ ₹700 ખર્ચાયા. ડિસ્કાઉન્ટનો અર્થ ત્યારે જ બચત બને જ્યારે આપણે પહેલેથી ખરીદવાનું નક્કી કર્યું હોય અને એ જ વસ્તુ યોગ્ય કિંમતે ઓછી કિંમતમાં મળે.
પણ બિનજરૂરી ખર્ચ જ છે.
“માત્ર આજે” સાંભળીને ઉતાવળ કેમ?
ઓનલાઈન ખરીદીમાં ઘણી વખત “માત્ર આજે”, “કાઉન્ટડાઉન”, “છેલ્લા થોડા પીસ” અથવા “ઓફર ટૂંક સમયમાં પૂરી થશે” જેવા સંદેશા જોવા મળે છે. આવા સંદેશા આપણને ઝડપથી નિર્ણય લેવા માટે પ્રેરિત કરી શકે છે.
પરંતુ ખરેખર જરૂરી વસ્તુ હોય તો થોડી ક્ષણ વિચારવાથી શું નુકસાન? ખરીદી કરતાં પહેલાં વસ્તુની કિંમત બીજી જગ્યાએ તપાસવી, તેની ગુણવત્તા જોવી અને ખરેખર જરૂર છે કે નહીં એ નક્કી કરવું વધુ સમજદારી છે.
પરંતુ ખોટી ખરીદીનો ખર્ચ બજેટમાં લાંબો સમય રહે છે.
ખરીદી પહેલાં ત્રણ સવાલ
1. શું મને ખરેખર આ વસ્તુની જરૂર છે?
2. મારી પાસે આ જેવી વસ્તુ પહેલેથી છે?
3. આ ઓફર ન હોત તો પણ હું આ વસ્તુ ખરીદત?
જો ત્રીજા સવાલનો જવાબ “ના” હોય તો કદાચ આપણે વસ્તુની જરૂરિયાતથી નહીં, ઓફરના આકર્ષણથી ખરીદી કરી રહ્યા છીએ.
સસ્તું ખરીદવું અને સમજદારીથી ખરીદવું અલગ છે
ઘણી વખત આપણે વસ્તુની ગુણવત્તા કરતાં તેની કિંમત જોઈને ખુશ થઈ જઈએ છીએ. પરંતુ સસ્તી વસ્તુ થોડા સમયમાં ખરાબ થઈ જાય અને ફરી ખરીદવી પડે તો શરૂઆતની બચત ક્યાં રહી? બીજી તરફ સારી ગુણવત્તાની વસ્તુ થોડા વધારે ભાવે મળે પરંતુ લાંબા સમય સુધી ચાલે તો તે ખરીદી વધુ સમજદારીભરી બની શકે છે.
એટલે ખરીદી કરતી વખતે માત્ર “કેટલા રૂપિયામાં મળી?” નહીં, પરંતુ “આ વસ્તુ મારા કેટલા કામની છે અને કેટલો સમય ઉપયોગી રહેશે?” એ પણ જોવું જોઈએ.
સારો સોદો એ છે જેમાં પૈસાની યોગ્ય કિંમત મળે.
ઘરની નાની ખરીદી જ મોટો ખર્ચ બનાવે છે
₹100, ₹200 કે ₹300ની વસ્તુને આપણે ઘણી વખત મોટો ખર્ચ માનતા નથી. “આટલામાં શું થાય?” કહીને ખરીદી લઈએ છીએ. પરંતુ મહિનામાં આવી ઘણી નાની ખરીદી થઈ જાય તો અંતે કુલ રકમ મોટી બની શકે છે.
કોફી, બહારનું નાસ્તો, ઓનલાઈન નાની-નાની ખરીદી, જરૂર ન હોય છતાં એપ પર દેખાયેલી વસ્તુ ઓર્ડર કરવી—આ બધું અલગથી જોવામાં નાનું લાગે છે, પરંતુ મહિનાના અંતે બજેટ પર તેની અસર દેખાય છે.
નાના ખર્ચ ભેગા થઈને પણ મોટું બજેટ ખાઈ જાય છે.
બાળકોની દરેક માંગ પૂરી કરવી જરૂરી છે?
બાળક કોઈ વસ્તુ માંગે ત્યારે માતા-પિતા માટે “ના” કહેવું મુશ્કેલ હોય છે. પરંતુ દરેક માંગ પૂરી કરવી એ પ્રેમનું એકમાત્ર સ્વરૂપ નથી. બાળકને જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો તફાવત સમજાવવો પણ ઉછેરનો મહત્વનો ભાગ છે.
ક્યારેક બાળકને પૂછો—“આ વસ્તુ તને શા માટે જોઈએ છે?” જો તે ખરેખર ઉપયોગી હોય તો ખરીદી શકાય અને માત્ર ક્ષણિક આકર્ષણ હોય તો થોડા દિવસ રાહ જોવાનું શીખવી શકાય.
પરંતુ વસ્તુની કિંમત અને જરૂરિયાત સમજાવવી વધુ ઉપયોગી છે.
“કાર્ટમાં ઉમેરો” પહેલાં થોડું રોકાઈએ
ઓનલાઈન ખરીદીની સૌથી મોટી સરળતા એ છે કે દુકાન સુધી જવાની જરૂર નથી. પરંતુ આ જ સરળતા ક્યારેક બિનજરૂરી ખરીદી પણ વધારી શકે છે. કોઈ વસ્તુ ગમી જાય એટલે તરત ઓર્ડર કરવાને બદલે તેને થોડા કલાક કે એક દિવસ માટે કાર્ટમાં રાખવાની ટેવ ઉપયોગી બની શકે છે.
બીજા દિવસે ફરી જોશો તો કદાચ સમજાશે કે વસ્તુ ખરેખર જરૂરી છે—અથવા માત્ર તે ક્ષણે ગમી હતી. આ નાનકડો વિરામ અનાવશ્યક ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે.
ઘણી વખત મહિનાની બચત બની શકે છે.
બજેટ એટલે બંધન નહીં, સ્વતંત્રતા
ઘણા લોકોને બજેટ બનાવવું એટલે પોતાની ઈચ્છાઓ પર પ્રતિબંધ મૂકવો લાગે છે. હકીકતમાં બજેટ આપણને પૈસા ક્યાં ખર્ચવા છે તે નક્કી કરવાની સ્વતંત્રતા આપે છે. જરૂરી ખર્ચ, બચત અને મોજશોખ—ત્રણેય માટે જગ્યા રાખી શકાય છે.
મુદ્દો એ નથી કે આપણે કંઈ ખરીદવું જ નહીં. મુદ્દો એટલો છે કે આપણે ખરીદી કરીએ કે ખરીદી આપણને કરાવે?
સાચો ગ્રાહક એ છે જે જેની જરૂર છે
એ જ યોગ્ય ભાવે ખરીદે.
કપ્તાનની વાત
આગલી વખત કોઈ મોટી ઓફર દેખાય ત્યારે તરત ખરીદી કરતાં પહેલાં માત્ર એક સવાલ પૂછજો—“ઓફર ન હોત તો પણ હું આ વસ્તુ ખરીદત?”
જવાબ “હા” હોય તો કિંમત અને ગુણવત્તા તપાસીને ખરીદી કરી શકાય. પરંતુ જવાબ “ના” હોય તો કદાચ આપણે પૈસા બચાવવાની તક નહીં, પણ પૈસા ખર્ચવાની તક શોધી રહ્યા છીએ. 😀
જ્યારે વસ્તુની ખરેખર જરૂર હોય.
