Placeholder canvas

વિદ્યાર્થીઓ કરો જલસા ! આવતી કાલથી દિવાળી વેકેશનની…!!!

પ્રથમસત્રની પરીક્ષાઓ પુર્ણ થયા બાદ આવતીકાલ એટલે કે, તા. 20 ઓક્ટોબરથી તમામ શાળા-કોલેજોમાં 21 દિવસનું વેકેશન આપવામાં આવશે.

આવતીકાલથી રાજ્યભરની શાળાઓમાં દિવાળી વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે. પ્રથમ 104 દિવસીય શૈક્ષણિક સત્રનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ધોરણ 1 થી 12ની પ્રથમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યભરના અંદાજે 1 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ 21 દિવસનું દિવાળી વેકેશન માણશે. 10 નવેમ્બરથી બીજા શાળાકીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજા શૈક્ષણિક સત્ર દરમિયાન 137 દિવસની શાળાકીય અભ્યાસ કરવાનો રહેશે.

શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીનું દર વર્ષે 21 દિવસનું વેકેશન આપવામાં આવતું હોય છે, ત્યારે પ્રથમસત્રની પરીક્ષાઓ પુર્ણ થયા બાદ આવતીકાલ એટલે કે, તા. 20 ઓક્ટોબરથી તમામ શાળા-કોલેજોમાં 21 દિવસનું વેકેશન આપવામાં આવશે. દિવાળી વેકેશન આગામી તા.09 નવેમ્બરના રોજ પુર્ણ થશે અને તા.10મી નવેમ્બરથી દ્વિતિય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ અભ્યાસને બાજુ પર મુકીને તહેવારો ઉજવતા જોવા મળશે. 

બીજા સત્ર માટે ફરી પાછી તા.10 નવેમ્બરથી શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ધમધમતી થઇ જશે પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ માણશે. દિવાળી વેકેશનથી પ્રથમ સત્રનો શાળામાં અંત આવશે જ્યારે દિવાળી વેકેશન ખુલશે ત્યારે દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ થઇ જશે.

આ સમાચારને શેર કરો