મોરબી જિલ્લા કક્ષાના પોલિયો બુથનું જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના હસ્તે ઉદ્ઘાટન…
મોરબી: આજ રોજ મોરબી જિલ્લામા પલ્સ પોલિયો કામગીરી અંતર્ગત જિલ્લા કક્ષાનુ પોલિયો બુથ કામગીરીનુ ઉદઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના વરદ હસ્તે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે કરવામાં આવ્યુ હતું. આ સમારોહમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી,મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક, RCHO,THO મોરબી, જિલ્લા IEC અધિકારીએ હાજરી આપેલ. પોલિયો દિવસે મોરબી જિલ્લામા 631 બુથ ઉપર 1.23 લાખ 0 થી 5 વર્ષ ના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. તેમની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.



