Placeholder canvas

મોરબી: કિશોર ચીખલીયાને જિલ્લા પ્રમુખ બનાવાતા કોંગ્રેસમાં ભડકો…

મોરબી : કિશોરભાઈ ચીખલીયાને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવતા કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલે જ આ મામલે વિરોધ નોંધાવી તેઓએ પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરી હોવાનું સામે આવ્યું છે.

આ મામલે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું કે કિશોરભાઈ ચીખલીયાના પત્ની અત્યારે જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય છે. અગાઉ અનેક વખત કિશોરભાઈએ પક્ષ પલટો કર્યો છે. જેને પગલે જિલ્લાભરમાં આ નિમણુંકને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં વિરોધ ફાટી નીકળ્યો છે.

તેવોએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે પાંચેક જેટલા યોગ્ય ઉમેદવારોના નામ ગયા હતા. પણ લલિતભાઈ કગથરા અને જાવીદભાઈ પીરઝાદા આ બન્ને આગેવાનોએ કિશોરભાઈ ચીખલીયાનું નામ આગળ કરાવ્યું છે. આ મામલે પ્રભારી સંદીપજીને રજુઆત પણ કરી છે. અને આવતીકાલે મુદાસર વિગતો જાહેર કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો