વાંકાનેર

વાંકાનેરમાં નિરસ મતદાન : નગરપાલિકામાં 14.66% ચંદ્રપુર તા.પં.બેઠક પર 23.37% મતદાન….

વાંકાનેર: આજે સવારથી નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની મધ્યસત્ર ચૂંટણી માટે આજરોજ વહેલી સવારથી જ મતદાન શરૂ થયું છે. મતદારોમા આ ચૂંટણીમાં મતદારોમાં ભારે નિરશતા મત બુથો પર વહેલી સવારથી જ મતદારો નિરસતા જોવા મળી…

તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર 11:00 વાગ્યા સુધીમાં કુલ 3634 પુરૂષ મતદારોમાંથી 983 મતદારો એટલે કે 27.05% પુરૂષ અને 3584 મહિલા મતદારો માંથી 704 મતદારો એટલે કે 19.64 % મહિલાઓનું મતદાન થઇ ચુક્યું છે. સરેરાશ 23.37 % મતદાન નોંધાયું છે.

જ્યારે વાંકાનેર નગરપાલિકામાં 11 વાગ્યા સુધીમાં કુલ 11,417 પુરૂષ મતદારોમાંથી 2155 મતદારો એટલે કે 18.88% અને 10,940 મહિલા મતદારો માંથી 1123 મતદારો એટલે કે 10.27 % મહિલાઓનું મતદાન થયુ છે. સરેરાશ 14.66 % મતદાન થયું છે.

આ સમાચારને શેર કરો