Placeholder canvas

વાંકાનેર: પંચાસીયામાં PHC મંજુર કરવાની જાહિર શેરસિયાની રજુઆત

વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના રાતિદેવળી બેઠક પરથી ચૂંટાયેલા સભ્ય જાહીરઅબ્બાસ શેરસિયાએ પોતાના મતવિસ્તારના પંચાસીયા ગામમાં PHC શરૂ કરવાની જિલ્લા આરોગ્ય અધિકારી ને ભલામણ કરી છે.

તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે પંચાસીયા ગામની આશરે પાંચ હજારની વસ્તી છે, તેમજ આજુબાજુના રાણેકપર વઘાસીયા હસનપર ધર્મનગર વિગેરે ગામોમાં સિરામિકસના કારખાના આવેલા છે, આ કારખાનામાં કામ કરતાં શ્રમિકોની ૭૦૦૦ જેટલી વસ્તી છે તેમજ આજુબાજુના ગામના વસ્તી આમ આ તમામ વસ્તી ૨૦,૦૦૦થી વધુની થતી હોય અને હાલ આ વિસ્તાર તીથવા PHCમાં સમાવેશ થતો હોય, તીથવા પંચાસીયાથી આશરે 20 કિલોમીટર દૂર આવેલ છે.

આ ગામોનો ચોમાસા દરમિયણ તીથવા સાથે સંપર્ક તૂટી જાય છે કેમકે તીથવા જવામાં વચ્ચે અસોઈ નદી આવતી હોય તેમના કારણે આ ગામોનો તીથવા સાથે સંપર્ક તૂટી જાય છે, જેથી આ વિસ્તારના ગામોને તબીબી સારવાર લેવા માટે 35 કિલોમીટર દૂર મોરબી જવું પડે છે. જેથી આ વિસ્તારની વસ્તીને ધ્યાનમાં લઈને આ વિસ્તારના લોકોના તબીબી સુવિધા માટે PHC મંજુર કરવા જિલ્લા પંચાયતના સભ્ય જાહીર શેરસિયાએ ભલામણ કરી છે.

જો પંચાસીયા ભારતીય શરૂ થાય તો આ વિસ્તારના લોકોને સારી તબીબી સુવિધા મળશે અને ખાસ કરીને મધ્યમ તેમજ શરીર પરના લોકોને ખૂબ સારી તબીબી સુવિધા મળશે તે માટે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય જાહીર શેરસીયાએ શરૂઆતથી જ પ્રયત્નો કરી દીધા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો