વીશીપરાના ધમલપર ફાટક પાસે રહેતા 58 વર્ષીય હરેશભાઈ રાઠોડનું કરુણ મોત; વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે તપાસ હાથ ધરી
વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક પસાર થતી મહાનદીમાં રિક્ષા ધોવા ગયેલા એક આધેડનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર શહેરના વીશીપરા વિસ્તારમાં ધમલપર ફાટક પાસે રહેતા હરેશભાઈ છગનભાઈ રાઠોડ (ઉંમર 58 વર્ષ) ગઈકાલે બપોરના સમયે ઢુવા ગામ નજીક આવેલી મહાનદીમાં પોતાની રિક્ષા ધોવા માટે ગયા હતા.
આ દરમિયાન કોઈ કારણસર તેઓ નદીના પાણીમાં પડી ગયા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી હતી અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
#વાંકાનેર #ઢુવા #મહાનદી #અકાળેમોત #WankanerNews #MorbiNews #KaptaanNews
