વર્કરોની પોલીસ મથકે નોંધ નહીં અને CCTV રેકોર્ડિંગ જાળવવામાં બેદરકારીનો આક્ષેપ; જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી
વાંકાનેર: મોરબી જિલ્લામાં સ્પા અને મસાજ પાર્લર માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાની અમલવારીના ભાગરૂપે મોરબી SOGની ટીમે વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલા ‘ઓમ સાંઈ સ્પા’માં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાહેરનામાની શરતોનું પાલન ન થતું હોવાનું સામે આવતાં પોલીસે સ્પાના સંચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્પામાં તપાસ દરમિયાન નિયમોના ભંગની વિગતો સામે આવી
મળતી માહિતી મુજબ, તા. 11 ઓક્ટોબર, 2026ના રોજ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઢુવા ચોકડી પાસે ભવાની હોટલની બાજુમાં આવેલા ‘ઓમ સાંઈ સ્પા’માં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સ્પાના કાઉન્ટર પર હાજર માલિક-સંચાલક **જીગાભાઈ રામજીભાઈ ડાભી (ઉંમર 20 વર્ષ, રહે. નવું ઢુવા, તા. વાંકાનેર)**ની પૂછપરછ કરવામાં આવી હતી.
વર્કરોની નોંધ અને CCTV રેકોર્ડિંગ મુદ્દે કાર્યવાહી
પોલીસે સ્પામાં કામ કરતી વર્કરોના બાયોડેટા ફોર્મ પોલીસ મથકે નોંધાવવામાં આવ્યા છે કે નહીં તે અંગે પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતી વ્યક્તિઓની પોલીસ મથકે નોંધ કરાવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત, સ્પામાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના રેકોર્ડિંગનો ડેટા પણ જાહેરનામા મુજબ જાળવવામાં આવ્યો ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની શરતોનો ભંગ થતો હોવાનું જણાતાં પોલીસે સ્પાના સંચાલક જીગાભાઈ ડાભી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#વાંકાનેર #ઢુવાચોકડી #SOG #ઓમસાંઈસ્પા #પોલીસચેકિંગ #મોરબીપોલીસ #WankanerNews #MorbiNews #KaptaanNews
