Placeholder canvas

વાંકાનેર: ઢુવા પાસે કારખાનામાં માટીના ઢગલામાં દટાઈ જતા બાળકનું મૃત્યુ.

વાંકાનેર : વાંકાનેરના ઢુંવા નજીક આવેલ સિરામિક ફેકટરીમાં રમતા રમતા બાળક માટી ખાતાના હોપર પાસે આવેલા ખાડામા પડી ગયા બાદ માટી નીચે દટાઈ જતા માસૂમ બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સિગ્નેચર સિરામિક ફેકટરીના માટી ખાતામાં રમી રહેલ કિશન સુનિલભાઈ ગોહેલ ઉ.7 નામનું બાળક રમતા – રમતા માટી ખાતાના હોપર નજીક પહોંચી ખાડામા પડી જતા માટી નીચે દટાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો