Placeholder canvas

વાંકાનેર: ઢુવા પાસે હાઇવે ઓથોરિટીના પાણીના ટેન્કર પાછળ કાર ઘૂસી ગઈ…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે સનહાર્ટ સિરામિક ફેકટરી સામે નેશનલ હાઈવે પર ડિવાઇડર વચ્ચે ઉછેરવામાં આવતા વૃક્ષોને હાઇવ ઓથોરિટીની ટીમ દ્વારા ટેન્કર વડે પાણી પાવાની કામગીરી કરવામાં આવતી હોય, ત્યારે આજે સાંજના સમયે અહીંથી પસાર થતી એક આઇ-૨૦ કારના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ટેન્કર પાછળ અથડાતાં અકસ્માત થયો હતો…

સદનસીબે આ અકસ્માતના બનાવમાં કોઇ જાનહાની થઈ નોહતી, કાર ચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી , જ્યારે કાર ટેન્કર પાછળ ઘૂસી જતાં તેમ નુકસાની થઈ હતી.

આ સમાચારને શેર કરો