Placeholder canvas

મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે કોંગ્રેસી અગ્રણીઓની અટકાયત

મોરબીમાં મુખ્યમંત્રીના આગમન સમયે કોંગ્રેસ દ્વારા કાળા વાવટા ફરકાવવાનું જાહેર કરતા સિટી એ ડિવિઝન પોલીસે મોરબી શહેર પ્રમુખ રાજુભાઇ કાવર, તાલુકા પ્રમુખ કે.ડી. પડસુમબીયા, રમેશ રબારી, મહેશ રાજ્યગુરુ, ધર્મેન્દ્ર વિડજા, ભાવેશ સાવરિયા, કે.ડી. બાવરવા સહિતના વિરોધ પ્રદર્શન કરતા 15 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે તેમજ બી ડિવિઝન પોલીસે મોરબી જીલ્લાનાં એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીની અટકાયત કરી પોલીસ મથકે બેસાડી દેવામાં આવ્યા હતા. જો કે કોંગ્રેસે આ કાર્યવાહીને સરમુખત્યારશાહી અને ભાજપ સરકારની તાનાશાહી ગણાવી હતી.

આ સમાચારને શેર કરો