વાંકાનેર:વઘાસિયા ટોલનાકા પાસેથી ઇનોવા કારમાં દેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા
વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસની ટીમે વઘાસિયા ટોલનાકા પાસેથી દેશીદારૂ ભરેલ ઈનોવા ગાડી સાથે મહેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા તથા જેનીશભાઈ રાયધનભાઈ ચૌહાણને પકડી પાડ્યા છે. આ સાથે તેઓ પાસેથી 400 લીટર દેશી દારૂનો જથ્થો કી.રૂ. ૮૦,૦૦૦/- સાથે કુલ મુદ્દામાલ કી.રૂ.૨,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને સ્થળ ઉપર પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પો.ઈન્સ એચ.વી.ઘેલા, નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગની કચેરીના પો.હેડ.કોન્સ રૂતુરાજસિંહ જાડેજા, પો.કોન્સ તેજશભાઈ વિડજા, વાંકાનેર સીટી પો.સ્ટેના પો.હેડ.કોન્સ મુકેશભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા, પો.કોન્સ દર્શિતભાઈ વ્યાસ, તાહજુદીનભાઈ શેરસીયા, ધર્મરાજભાઈ ગઢવી અને દિનેશભાઈ સોલંકી વિગેરે જોડાયેલ હતા.

