Placeholder canvas

વાંકાનેર: પાડધરા પાસેથી ઇકોમાંથી દેશી દારૂ પકડાયો.

વાંકનેર તાલુકાના સતાપર ગામના ભૂરા નામના શખ્સ પાસેથી દેશી દારૂનો જથ્થો મેળવી ઇકો કારમાં હેરાફેરી કરી રહેલા અશોક નામના શખ્સને વાકાનેર તાલુકા પોલીસે પાડધરા નજીકથી ઝડપી લઈ 3.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પાડધરા નજીક વાહન ચેકીંગ સમયે જીજે–13–AH–9850 નંબરની ઇકો કારને અટકાવી તલાસી લેતા ઇકો કારમાંથી આરોપી અશોક પ્રતાપભાઈ અબસણીયાના કબ્જામાંથી રૂ.8000ની કિંમતનો દેશી દારૂ મળી આવતા પોલીસે ત્રણ લાખની કાર સહિત 3.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીએ દેશી દારૂનો આ જથ્થો સતાપર ગામના દિનેશ ઉર્ફે ભૂરો વનાભાઈ કોળી પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો