વાંકાનેર: જાલીડાગામ નજીકથી સ્કોર્પિયોમાંથી ૬૫૦ લીટર દેશી દારૂ પકડાયો…
વાંકાનેર : વાંકાનેરના જાલીડાગામ નજીક સ્કોર્પિયોમાંથી ૬૫૦ લીટર દેશી દારૂ પકડી લઈ તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી નજીક દેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર નિકળતા જેને રોકવાનો પ્રયાસ કરતા કારના ચાલકે પોતાની કાર ઉભી નહી રાખતા પીછો કરતા જાલીડાગામની સીમમા કાર ચાલક કાર રજી. નંબર.GJ-03-CA-0747 રેઢી મુકી નાશી ગયેલ હતો. કારમાંથી દેશી દારૂ લીટર-૬૫૦ કિ રૂ. ૧,૩૦,૦૦૦/- અને કાર મળી કી.રૂ.૨,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

