Placeholder canvas

વાંકાનેર; જોધપર પાસેથી બોલેરો પીકઅપમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો.

વાંકાનેર તાલુકાના જોધપર ગામ સામે સર્વિસ રોડ પાસેથી પોલીસે બોલેરો પીકઅપ ગાડીમાં દેશી દારૂની હેરાફેરી કરનાર એક ઈસમને ઝડપી લઈને બોલેરો કાર અને દેશી દારૂ સહીત ૩.૨૪ લાખનો મુદામાલ ઝડપી લીધો છે તો બોલેરો ગાડીનું પાયલોટીંગ કરનાર ઇસમ નાસી ગયો હોય જે આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જોધપર ગામ સામે પુલ નીચે સર્વિસ રોડ પર એક બોલેરો પીકઅપ વાહન શંકાસ્પદ જણાતા પીછો કરીને ગાડીને પકડી પાડી હતી જે બોલેરો પીકઅપ જીજે ૧૩ એ ડબલ્યુ ૪૨૨૦ ની તલાશી લેતા દેશી દારૂ ૧૧૦૦ લીટર મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૨ હજારની કિમતનો દેશી દારૂ,બોલેરો પીકઅપ કાર કીમત રૂ ૩ લાખ અને મોબાઈલ કીમત રૂ 2 હજાર મળીને કુલ રૂ ૩,૨૪,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો

તેમજ આરોપી જાલાભાઈ માધાભાઈ ગેલાડીયા (ઉ.વ.૩૨) રહે નાડધ્રી તા. મુળી સુરેન્દ્રનગર વાળાને ઝડપી લીધો હતો તો બોલેરો ગાડીનું પાયલોટીંગ કરનાર વિશાલ મંછારામ ગોંડલીયા રહે ગારીયા-યજ્ઞપુરુષનગર તા. વાંકાનેર વાળો નાસી જતા આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

જે કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ બી પી સોનારા, અરવિંદભાઈ બેરાણી, હરપાલસિંહ રાજપૂત, હરેશભાઈ આલ, હરિચંદ્રસિંહ ઝાલા અને ભીખુભાઈ વાળા સહિતની ટીમ જોડાયેલ હતી

આ સમાચારને શેર કરો