વાંકાનેરના દેરાળા ગામે સિઝેરિયન બાદના સતત દુખાવાથી કંટાળી પરિણીતાનું આપઘાતથી મોત

પ્રસુતિ બાદ સતત દુખાવો રહેતો હોવાની પ્રાથમિક માહિતી; પિતાની વાડીએ બનાવ બન્યો, વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દેરાળા ગામે માવતરના ઘરે રોકાવા આવેલી 24 વર્ષીય પરિણીતાનું આપઘાતથી મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં પ્રસુતિ દરમિયાન થયેલા સિઝેરિયન બાદ સતત દુખાવો રહેતો હોવાથી મહિલા પરેશાન હતી હોવાનું સામે આવ્યું છે.

મળતી વિગતો મુજબ, વર્ષાબેન ભરતભાઈ સાબરીયા (ઉં.વ. 24) મૂળ દેરાળા ગામના વતની અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે સાસરિયે રહેતા હતા. પ્રસુતિ દરમિયાન સિઝેરિયન થયા બાદ તેમને સતત દુખાવો રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન વર્ષાબેન પોતાના પિતાના ઘરે દેરાળા ગામે રોકાવા આવ્યા હતા. ત્યારબાદ પિતાની વાડીએ તેમણે જીવનનો અંત આણ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા સાસુ-સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને સંતાનમાં આશરે અઢી વર્ષનો એક પુત્ર હોવાનું સામે આવ્યું છે.

બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બનાવ પાછળના સંજોગો અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

#Wankaner #Derala #WankanerNews #MorbiNews #PoliceInvestigation #KaptaanNews

આ સમાચાર શેર કરો

Follow Us on