યાત્રીગણ કૃપયા ધ્યાન આપો: ૧૨ ઓક્ટોબરના રોજ વાંકાનેર-મોરબી વચ્ચેની તમામ ડેમુ ટ્રેનો રદ
મોરબી: રેલવે પ્રશાસન તરફથી અગત્યની જાહેરાત કરવામાં આવી છે કે ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ (DEMU) ટ્રેનોને રદ કરવામાં આવી છે. આ નિર્ણય ટેકનિકલ કારણોસર લેવામાં આવ્યો છે.
મોરબીથી વાંકાનેર અને વાંકાનેરથી મોરબી આવતી-જતી તમામ ડેમુ ટ્રેનોના સંચાલનને અસર થશે.
રદ કરાયેલી ટ્રેનોની વિગતો: નીચેની કુલ ૧૨ ડેમુ ટ્રેનો ૧૨ ઓક્ટોબરના રોજ રદ રહેશે.

પ્રવાસીઓ માટે અપીલ:
રેલવે દ્વારા તમામ યાત્રીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.
ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અને સચોટ માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

