Placeholder canvas

મોરબી: સમાન વીજદરની માંગ સાથે ભારતીય કિસાન સંઘનું પ્રદર્શન, ધરણા બાદ કલેકટરને આવેદન.

સમાન વીજદરની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કલેકટરને આવેદન પાઠવ્યું હતું

ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લાના પ્રમુખ જીલેશભાઈ કાલરીયા અની ઉપપ્રમુખ ડો. બીપીનભાઈ ઘોડાસરાના માર્ગદર્શન હેઠળ સમાન વીજદર ની માંગ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ખેડૂતોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે જેમાં બંનેના વીજદરમાં તફાવત છે જેથી વીજ મીટર આધારિત ખેડૂતોને નુકશાની જાય છે જેથી મીટર આધારિત ખેડૂતોને નુકશાની જાય છે જેથી મીટર આધારિત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારિત ભાવથી વીજ પુરવઠો આપી સમાનતા લાવવા અને મીટર આધારિત વીજદર અને હોર્સ પાવર આધારિત વીજદરમાં સમાનતા લાવવા માંગ કરવામાં આવી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો