આરોગ્યટંકારામાળીયા મિયાણામોરબીવાંકાનેરહળવદ

મોરબીમાં કોરોના કેસોમાં ઘટાડો, આજે ૧૨૧ નવા કેસો સામે ૩૭૩ દર્દીઓ સ્વસ્થ

એક્ટીવ કેસનો આંક ઘટીને ૧૧૭૧ થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં આજે જીલ્લામાં નવા ૧૨૧ કેસો નોંધાયા છે તો આજે ૩૭૩ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૮૮ કેસોમાં ૩૭ ગ્રામ્ય અને ૫૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૧૫ કેસોમાં ૦૯ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૩ કેસો, ટંકારા તાલુકાના ૧૨ કેસો અને માળિયા તાલુકાના ૦૩ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૨૧ કેસો નોંધાયા છે તો વધુ ૩૭૩ દર્દીઓ સ્વસ્થ થયા છે કોરોના કેસો કરતા રીકવરી આંકડો વધી જતા એક્ટીવ કેસનો આંક ઘટીને ૧૧૭૧ થવા પામ્યો છે.

આ સમાચારને શેર કરો