સૌરાષ્ટ્ર

હવે તો છેક,આફ્રિકાથી ફોન પર ધમકી આપીને, ખંડણી માંગવા લાગ્યા છે… એ પણ ધારાસભ્યને બોલો..!!!

જૂનાગઢ MLA સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી: આફ્રિકાના કોંગોથી ફોન, ખંડણી માંગવાના કેસમાં બે આરોપી ઝડપાયા

જૂનાગઢ/અમદાવાદ: જૂનાગઢના ધારાસભ્ય (MLA) અને ભાજપના નેતા સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી આપીને ખંડણી માંગવાના ગંભીર મામલામાં જૂનાગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓની ધરપકડ કરી છે. ધમકીભર્યો મેસેજ વિદેશથી વોટ્સએપ મારફતે મોકલાયો હતો. ધારાસભ્ય સંજય કોરડીયાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતાની સાથે જ સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) સહિતની પોલીસ ટીમો સક્રિય થઈ ગઈ હતી.

₹5 લાખની ખંડણી માંગવામાં આવી
ધારાસભ્ય સંજય કોરડીયાને વોટ્સએપ મારફતે મોકલવામાં આવેલા ધમકીભર્યા મેસેજમાં તેમની પાસે ₹5 લાખ રૂપિયાની ખંડણી (માર મારી નાખવાની ધમકી)ની માંગણી કરવામાં આવી હતી. જો આ રકમ ન આપવામાં આવે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ધમકીના કોલ આફ્રિકાના કોંગો દેશમાંથી આવ્યો હતો.

પોલીસે ધમકી માટે આવેલા કોલ્સની ઊંડાણપૂર્વક તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ધમકી માટેના આ કોલ્સ ઇન્ટરનેશનલ કોલ્સ હતા, જે આફ્રિકાના કોંગો દેશમાંથી કરવામાં આવ્યા હતા. જોકે, ખંડણીની રકમ અમદાવાદમાં આપવાની હતી. જેના પગલે પોલીસની એક ટીમે અમદાવાદમાં સતત વોચ ગોઠવી હતી. પોલીસે બે આરોપીઓ, રોનક અને ઇમરાન, ને ઝડપી પાડયા છે અને તેમની ધરપકડ કરી છે, જ્યારે હજુ મુખ્ય આરોપુ ફરાર છે.

આ ધમકી અને ખંડણીના સમગ્ર કાવતરાનો મુખ્ય આરોપી સમીર હજી પણ ફરાર છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને મુખ્ય આરોપી સમીરને ઝડપી લેવા માટે વધુ તજવીજ હાથ ધરી છે. પોલીસે ધારાસભ્યની ફરિયાદ નોંધીને, આ સમગ્ર કાવતરા પાછળનું સાચું કારણ શું છે અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો