વાંકાનેર: કોઠારીયા દૂધ મંડળીના મંત્રી જી.વી.ચૌધરીનું ઇન્તેકાલ

વાંકાનેર: કોઠારીયા ગામની દૂધ મંડળીના મંત્રી જીવી ચૌધરી (ઉ.વ.50)નું આજે સવારે 11:00 ઈન્તેકાલ (નિધન) થયું છે.

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે કોઠારીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી જી.વી.ચૌધરી (મુસ્તુફા)નું આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ નિધન થયું છે. તેઓ છેલ્લા પંદર દિવસથી વાંકાનેર હોસ્પિટલમાં દાખલ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી જી.વી.ચૌધરીના પિતાનું પણ બાર દિવસ પૂર્વે નિધન થયું હતું. આમ એક જ ઘરમાં 12 દિવસમાં મુખ્ય બે પુરુષનું મૃત્યુ થતાં પરિવાર નોંધારો થઈ ગયો છે. તેમજ નાના એવા કોઠારીયા ગામમાં જુવાન જોધ મંત્રીનું નિધન થતા ગામમાં માતમ છવાઈ ગયું છે.

મુસ્તુફા ચૌધરી ખૂબ મળતાવડા અને પ્રેમાળ સ્વભાવના માણસ હતા, તેઓએ કોઠારીયા દૂધ મંડળીને સર્વોચ્ચ સ્થાને પહોંચાડી હતી. એક વખતે રાજકોટ ડેરીમાં સર્વાધિક દૂધ એકત્રીકરણનો એવોર્ડ પણ મેળવ્યો હતો. આજે પણ કોઠારીયા દુધ મંડળી વાંકાનેર તાલુકામાં મોખરાનું સ્થાન ધરાવે છે. આમ પોતાની આખી જિંદગી કોઠારીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વિકાસ અને તેમાં દૂધ ભરતા તેમના ગ્રાહકોને વધુમાં વધુ લાભ અપાવવામાં અર્પણ કરી હતી. આજે તેઓ આ દુનિયા છોડી જતા રહ્યા છે ત્યારે સમગ્ર ગામમાં શોકનું મુજુ ફેલાઇ ગયુ છે.

કોઠારીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી જી.વી.ચૌધરીને કપ્તાન પરિવાર ખીરાજે-એ-અકીદત (શ્રદ્ધાંજલિ) પાઠવીને તેમના પરિવાર પર આવી પડેલી આ દુખની ઘડીમાં આ જગતના પાલનહાર સબ્ર કરવાની શક્તિ આપે એ જ દુવા…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 558
  •  
  •  
  •  
  •  
  •  
    558
    Shares