Placeholder canvas

વાંકાનેર: જેપુર ગામે સ્વીફ્ટ કારે હડફેટે લીધેલ બાળકનું 24 દિવસ બાદ મૃત્યુ

વાંકાનેરના જેપુર ગામે આવેલા મહેમાનની સાથે આવેલ બાળકને એક સ્વીફ્ટ કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ બાળકનું અમદાવાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ રાજકોટ મોરબી રોડ ઉપર વેલનાથપરામાં રહેતા જગદીશભાઇ સોમાભાઇ માધાણીનો પાંચ વર્ષનો પુત્ર ભાવિક તેના દાદા – દાદી સાથે વાંકાનેરના જેપુર ગામે આવ્યો હતો. જ્યા શેરીમાં ભાવિક રમતો હતો ત્યારે સ્વીફ્ટ કાર રજી.નં.GJ-03-ME-3568ના ચાલકે ભાવિકને હડફેટે લેતા ભાવિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે અકસ્માત બાદ સ્વીફ્ટ કારનો ચાલક નાસી છૂટ્યો હતો.

વધુમાં ગત તા.30 એપ્રિલના રોજ સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત બનેલ ભાવિકને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ભાવિકના પિતા જગદીશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી છૂટેલા સ્વીફ્ટ કારનાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૦૪ (અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો